Friday 23 March 2018

૨૯ મી સપ્ટેમ્બર



એમિલ ઝોલા

             શ્રી એમિલ ઝોલાનો જન્મ ૪ એપ્રિલ ૧૮૪૦ ના રોજ પેરિસમાં થયો હતો. પિતા અવસાન પછે આર્થિક સ્થિતી સારી ન હોવાના કારણે ઘરની જવાબદારી ઉઠાવવી પદી. વાંચનનો વધુ પડતો રસ હોવાથી કોલેજના અભ્યાસ દરમિયાન વાંચન લેખન પાછળ વધુ ધ્યાન આપવાના કારણે તે છેલ્લી પરીક્ષામાં નાપાસ થયા અને ઇજનેર બનવાનું માતાનું સ્વપ્ન તૂટી ગયું. માત્ર તેર વર્ષની ઉંમરે તેમણે નવલકથા અને નાટકનું સર્જન કર્યં હતું.  
              ૨૦ વર્ષની ઉંમરે બેકારીથી કંટાળીને એમિલ ઝોલાએ કામ ધંધો શોધવાનું શરૂ કર્યું. ઝોલાનાં પિતાનાં એક મિત્રએ પુસ્તક પ્રકાશન કરતી સંસ્થામાં પુસ્તકોનાં બંડલો બાંધવાની નોકરીમાં રખાવેલ. નવરાશનાં સમયે એમિલ ઝોલા પુસ્તકો વાંચતો અને સમય જતાં એ પ્રસિધ્ધ નવલકથાકાર બન્યો.મકાનમાલિકની પુત્રી એલેકઝાંડ્રીના  જેને તેના પ્રેમીએ તરછોડી હતી આવા વખતે એમિલે એલેકઝાંડ્રીના સમક્ષ લગ્ન માટેની તૈયારી બતાવી અને એ રીતે બંનેનાં લગ્ન થયાં.
અસત્ય અને કપરી પરિસ્થિતીનો સામનો કરનાર અને માનવતાના મૂર્તિ સમા સાહિત્યકાર એમિલ ઝોલાનું ૨૯ મી સપ્ટેમ્બર ૧૯૦૨ ના રોજ અવસાન થયું.  


વિનોદીની નીલકંઠ

         સાહિત્યકાર વિનોદીની નીલકંઠનો જન્મ તા ૦૯.૦૨.૧૯૦૭ ના રોજ અમદાવાદ મુકામે થયો હતો. માતા પિતા તરફથી સાહિત્ય અને શિક્ષણનો વારસો મળ્યો હતો.
          પ્રાથમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની પ્રા.શાળામાં અને માધ્યમિક શિક્ષણ સરકારી કન્યા વિદ્યાલયમાં મેળવી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેઓ ગુજરાત કોલેજમાં જોડાયા. બી.એ. ની પરીક્ષા પસ કરી વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં જોડાયા હતા. અને શિક્ષણશાસ્ત્ર સાથે એમ.એ. થયા. ભારતમાં પાછા ફરી એસ.એન.ડી.ટી. કોલેજમાં પ્રધ્યાપિકા તરીકે જોડાયાં.
           ગુજરાત સમાચારમાં ઘર ઘર ની જ્યોત નામે સુંદર કટાર લેખ તેઓ નિયમિત લખતાં હતાં. કંદલીવન નવલકથા લખી. અને દિલ દરિયાવનાં મોતી એ તેમનો નવલિકા સંગ્રહ હતો. ગુજરાતી અટકોનો ઇતિહાસ (૧૯૪૨) સંશોધનગ્રંથ છે. સ્ત્રી શિક્ષણ માતે તેમણે વનિત વિશ્રામ નામની સંસ્થા શરૂ કરી હતી. ૨૯.૦૯.૧૯૮૭ ના રોજ તેમનું અવસાન થયું.




No comments: