Friday 23 March 2018

૩૦ મી સપ્ટેમ્બર


હિંમતલાલ ધીરજલાલ

         નિષ્ઠાવાન ઇજનેર હિંમતલાલ ધીરજલાલનો જન્મ અમદાવાદના નાગર કુંટુંબમાં થયો હતો. તેમણે સ્વબળે લગનથી ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી પ્રથમ ઓવરસિયરની નોકરીથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેઓ એક્ઝિક્યુટિવ એન્જિન્યરના પદ સુધી પણ પહોંચ્યા. તેઓ તેમના કાર્યમાં કરકસર, નિષ્ઠા અને ચોક્કસાઇના આગ્રહી હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઇમારતો, ભવનો, રસ્તાઓ અને પુલોનું નિર્માણ કર્યું હતું. એલિસબ્રિજ એ તેમની સર્જનકળાનો નમૂનો છે. ભારતના વાઇસરોય અને ગવર્નર જનરલ દ્વારા તેમને રાવબહાદુર નો ઇલકાબ અર્પણ કરી તેમનું  દિલ્લી દરબારમાં બહુમાન કર્યું હતું.  ગુજરાત કોલેજના નિર્માણ અને આ સિવાય કેટલીય ઇમારતોના નિર્માણમાં તેમનો ફાળો મહત્વનો છે. ૩૦.૦૯.૧૯૨૨ ના રોજ તેમનું અવસાન થયું.  


No comments: