Friday 23 March 2018

૨૮ મી સપ્ટેમ્બર


ડૉ. લૂઇ પાશ્ચર

                જીવાણુ વિજ્ઞાનના શોધક લૂઇ પાશ્ચરનો જન્મ ઇ.સ. ૧૮૨૨ માં ફ્રાન્સમાં થયો હતો. પ્રકૃતિના ખોળે રમવાનું એમને ખૂબ ગમતું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને રસાયણશાસ્ત્રના પ્રધ્યાપ્રક તરીકે નોકરી મળી. દૂધને ખાટુ બનાવી દેનાર અને ખાંડને લેક્ટિક એસિડમાં ફેરવી દેનાર સૂક્ષ્મ જીવાણુની સૌપ્રથમ શોધ તેમણે કરી અને એના પરથી તેમણે દૂધ અને દારુના ઉદ્યોગને બચાવી લેવાનો કીમિયો શોધ્યો. હડકાયું  કૂતરું કરડે અને થતા હડકવાના રોગથી બચાવી શકાય તે માટેની  ચૌદ રસીની શોધ પણ તેમણે કરી હતી. જંતુઓથી નીપજતા રોગોનો સામનો કરવાની માનવજાતને એમણે આપેલી તરકીબ અને શરીરમાંના ઝેરને ઝેરથી જ નિષ્ક્રીય કરવાની સારવાર એ પણ એમની જ શોધ છે. ૨૮.૦૯.૧૮૯૫ ના રોજ આ મહાન વૈજ્ઞાનિકનું અવસાન થયું. 



શહીદ વીર ભગતસિંહ


       વીર ભગતસિંહનો જન્મ ૨૮.૦૯.૧૯૦૭ ના રોજ પંજાબમાં થયો હતો. તે સમયે ભારતમાં અંગ્રેજો સામેની લડત ચાલુ હતી. ગાંધી વિચારસરણી હેઠળ કોંગ્રેસનું જૂથ અહિંસક આંદોલન ચલાવી રહ્યું હતું. બીજી તરફ એક ક્રાંતિકારીઓનું જૂથ હિંસક માર્ગે અંગ્રેજો સામે સક્રિય આંદોલન ચલાવી રહ્યું હતું. તેમાં ભગતસિંહ પણ એક હતા.
        વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે ૮ એપ્રિલ ૧૯૨૮ ના રોજ દિલ્લીમાં મળેલી ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. એમના આ કૃત્ય બદલ ત્રણેયની ધરપકડ કરવામાં આવી અને ફાંસીની સજા કરવામાં આવી.  

No comments: