Wednesday 7 October 2015

૭ મી ઓક્ટોબર

ગુરુ ગોવિંદસિંહ

                 અન્યાય સામે સતત ઝઝુમનાર સ્વભાવે શબ્દના સાધક અને અંતરથી વિરક્ત સંત એવા મહાન શીખગુરૂ, ગોવિંદસિંહનો જન્મ પટણામાં થયો હતો. બાળપણમાં તેમના પિતા હિંદુ ધર્મ અને કાશ્મીરી પંડિતોની રક્ષા માટે શહીદ થઇ ગયા હતા.બંને હાથે તીર ચલાવતા એક કુશળ શસ્ત્રવીર તરીકે જ નહીં, અનેક ભાષાઓમાં સર્જન કરવાની કુશળતા પણ દાખવી હતી. તેમણે ચંડિચરિત્ર અને કૃષ્ણાવતાર જેવી કૃતિઓ રચી હતી. ગુરુ ગોવિંદસિંહે જાહેર કર્યુ હતું કે હવેથી  સ્ત્રીઓને પુરુષો સમાન ગણાશે. તેમણે કહ્યું હતું કે તમે સિંહ જેવા નીડર બનો ને પોતાના નામની પાછળ સિંહ શબ્દ લગાઓ. તા. ૭-૧૦-૧૭૦૮ના દિવસે તેઓ અવસાન પામ્યા.

No comments: