Wednesday 7 October 2015

૧ ઓક્ટોબર

                                           ડો.એની બેસન્ટ
               ડો. એની બેસન્ટનો જન્મ ઇંગ્લેન્ડના લંડન શહેરમાં પહેલી ઓક્ટોબર ૧૮૪૭ ના રોજ આયરિશ કુટુંબમાં થયો હતો. તેઓ નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતા.
                બર્નાડ શોના સમાજવાદી વિચારોથી તેઓ આકર્ષિત થયા હતા. ૧૮૮૯માં થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક મેડમ બ્લેવેટસ્કીના પરિચયમાં આવ્યા બાદ તેઓ આ સંસ્થામાં જોડયા. ભારતીય તત્વજ્ઞાન અને સંસ્કૃતિથી આકર્ષિત થઇ  ઇ.સ. ૧૮૯૩માં તેઓ ભારત આવ્યાં.

                  ડો. એની બેસન્ટે તે સમયના ભારતીય સમાજમાં શિક્ષણ સુધારવા અર્થે બનારસમાં સેન્ટ્રલ હિંદુ કોલેજ ની સ્થાપના કરી, આ સંસ્થા આગળ જતાં બનારસ હિંદુ યુનિવર્સિટી બની. ૧૯૦૭ માં થિયોસિફિકલ સોસાયટીની એક શાખા ભારતમાં ચેન્નાઇની પાસે આવેલા અદિયાર મુકામે શરૂ કરવામાં આવી, જેનું સંચાલન એની બેસન્ટે સંભાળ્યું. લોકમાન્ય તિલક સાથે રહી તેમણે હોમરૂલ લિગ ની સ્થાપના કરી. આમ ભારતમાં રહી તેઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના દેશના શાસન વિરૂદ્ધ લડત આપી હતી.   

No comments: