Sunday 15 September 2013

૮ મી સપ્ટેમ્બર

હેમુ ગઢવી

              કથાનકમાં રહેલા વીર કે કરુણરસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર પાસેના ઢાંકણિયા ગામે તા. ૦૮-૦૯-૧૯૨૯ના રોજ થયો હતો. કુટુંબની સામાન્ય આર્થિક સ્થિતિને કારણે તેઓ ઝાઝું ભણી શકેલા નહીં . કોઇક સુખદ અકસ્માતે હેમુભાઇ આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં જોડાયા. લોકો પર એ કંઠે અજબનું સંમોહન છાપી દીધું. સંખ્યાબંધ જાહેર કાર્યક્રમો આપ્યા. રાંકનું રતન’, શેણી વિજાણંદ’, પાતળી પરમાર જેવા લોકસંગીત રૂપકો આજે પણ એટલા જ લોકપ્રિય રહ્યા છે. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીએ શેતલને કાંઠે અને ધન્ય સૌરાષ્ટ્ર ધરણી જેવા નાટકો રજૂ કર્યા હતા

No comments: