Sunday 15 September 2013

૧૧ મી સપ્ટેમ્બર

જ્યોતીન્દ્ર દવે
             હાસ્યસમ્રાટ લેખકનો જન્મ ૧૯૦૧ માં સુરત ખાતે થયો હતો. કોઇપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતા પહેલા હાસ્યનું એક મોજું ફરી વળે. એટલી પ્રભાવક એમની લોકપ્રિયતા હતી. એમ.. નો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્છ માંડવીની કૉલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ગુજરાત માસિક દ્વારા ઘણા લેખો લખ્યા. તેમણે રંગતરંગ ના કુલ છ ભાગ,’રેતીની રોટલી’, નજર લાંબી અને ટૂંકી’, બીરબલઅને બીજા’, યોગ અને પ્રયોગ’, વડ અને ટેટા’, જેવા સાહિત્યનું સર્જન કર્યું. જ્યોતિન્દ્ર બોલે એટલે ગુજરાતની પ્રજા માટે હસવું ફરજિયાત બનતું. તેમને નર્મદ ચંદ્રકરણજીતરામ સુવર્ણ ચંદ્રક, ગલિયારા પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ અને હીરક મહોત્સવ વગેરે નામથી ગુજરાતે તેમને નવાજ્યા છે. તા.-૧૧-૦૯-૧૯૮૦ ના રોજ તેમનું અવસાન થયું.


આચાર્ય વિનોબા ભાવે
              સર્વોદય ભેખધારી આચાર્ય વિનોબાભાવેનો જન્મ તા.-૧૧-૦૯-૧૮૯૫ ના રોજ મહારાષ્ટ્રના એક ગામડામાં થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક હતું. તેઓને સ્નાતક થયા બાદ લાગ્યૂં કે ડિગ્રીને નોકરી સાથે સંબંધ જ ખોટો છે. પોતાના બધા સર્ટિફિકેટો ફાડીને ફેંકી દીધા  અને સમાજસેવાના કામમાં લાગી ગયા.ગાંધીજીએ અંગ્રેજો સામે આંદોલન છેડતાં વિનોબાજી એમાં જોડાયા.

           વિનોબાજીએ વર્ષા નજીક પનવારમાંસર્વોદય આશ્રમની સ્થાપના કરી. તેમણે સમગ્ર ભારતની પગપાળા યાત્રા કરી. ભૂમિદાન અને ગ્રામ દાન દ્વારા સમાજના ઉત્થાનનું કામ કર્યું હતું. એમાં જે જમીન મળતી તે જમીન વિહોણા ખેત દાસોને મફતમાં આપતા હતા. આમ તેમણે શાંતિ અહિંસક માર્ગે આર્થિક ક્રાંતિ કરી હતી.  

No comments: