Tuesday 17 September 2013

૧૭ મી સપ્ટેમ્બર


સર ફ્રાન્સિસ ચિયેસ્ટ
             સાગરખેડુ ફ્રાન્સિસનો જન્મ તા. ૧૭-૦૯-૧૯૦૧ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ઉચ્ચ અભ્યાસ કરી માટીમાંથી સોનુ ગાળવાનું અને સ્થાવર મિલકતોનો ધંધો કરવાનું કામ કરી પુષ્કળ આવક રળતાં થઇ ગયા. ઉડ્ડ્યનની તાલીમ લઇ એક હવાઇ જહાજ ખરીદ્યું. ઇંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયાના ઉડ્ડ્યનો કર્યા. બે હજાર કિલોમીટરના તોફાની સાગરને પાર કરવાની સ્પર્ધામાં પ્રથમ આવ્યા. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો આત્મ નિર્ભર કર્યો.પ્રવાસ દરમિયાન ઇંગ્લેન્ડની રાણી એલોઝાબેથે એમને નાઇટ હૂડનો ખિતાબ આપ્યો. ઇ.સ. ૧૯૭૨ માં એટલાન્ટિક નૌકાસ્પર્ધા દરમિયાન જ તબિયત લથડતાં તેમનું અવસાન થયું.

બાપાલાલ વૈધ

               શ્રી બાપાલાલ વૈધનો જન્મ પંચમહાલ જિલ્લાના સણસોલી નામના ગામમાં તા. ૧૭-૦૯-૧૮૯૬ ના રોજ   થયો હતો. તેમણે સુરતમાં આવેલી શ્રી ઓચ્છવલાલ  નાઝ આયુર્વેદિક મહાવિદ્યાલય માં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. તેઓ આયુર્વેદ હોસ્પિટલના અધ્યક્ષ તરીકે નિમાયા, દર્દીઓને વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તે માટે અભયનંદની પણ સ્થાપના કરી. 

1 comment:

Anonymous said...

માહિતીસભર