Saturday 10 August 2013

૭ મી ઑગસ્ટ



અવનીન્દ્રનાથ ટાગોર
       ભારતના સર્વશ્રેષ્ઠ ચિત્રકાર અવનીન્દ્રનાથનો જન્મ ૦૭/૦૮/૧૮૭૧ ના રોજ થયો હતો. કવિવર રવિન્દ્રનાથના તે ભત્રીજા થાય. મેટ્રિક પછી તેમણે કલકત્તા કલાશાળામાં અભ્યાસ શરૂ કર્યો. સ્વયંભૂ પ્રેરણાથી તેમણે દોરેલા ચિત્રો જોઇ કલકત્તાની સરકારી શાળાના પ્રિન્સિપાલ હૉવેલ મુગ્ધ થઇ ગયા. અને પોતાની સંસ્થામાં વાઇસ પ્રિન્સિપાલ નીમ્યા. કલકતાની વિખ્યાત ઇન્ડિયન ઓફ ઓરિએન્ટલ આર્ટ ની સ્થાપના કરી. ચિત્રકલાની કદરરૂપે કલકતા યુનિવર્સિટીએ તેમને ડોક્ટરની પદવી તથા અંગ્રેજ સરકારે સી.આઇ.ઇ. નો ઇલકાબ આપ્યો... ૧૯૫૧માં તેમનું અવસાન થયું.




No comments: