Saturday 10 August 2013

૫ મી ઑગસ્ટ


દત્તોપંત વામન પોતદાર

             દાદાસાહેબ દત્તોપંત વામન પોતદારનો જન્મ ૦૫/૦૮/૧૮૮૦ ના રોજ થયો હતો. મરાઠી ભાષામાં પોત નો અર્થ ખજાનોથાય છે. આ ખજાનો સાચવનાર એટલે પોતદાર’. દત્તોપંતે ધનભંડારને બદલે સરસ્વતીનો વિપુલ ભંડાર સાચવેલો હતો. જે  શાળામાં તેઓ ભણ્યા તેજ શાળામાં તેઓ  શિક્ષક તરીકે જોડાયા. યુનિવર્સિટીએ તેમને વાઇસ ચાન્સેલરનું પદ આપ્યું હતું. રાષ્ટ્રભાષા હિન્દીના પ્રસાર માટે તેમણે ગાંધીજીની કૉંગ્રેસના નેજા હેઠળ કામ કર્યું હતું. અંગ્રેજ સરકારે મહા મહોપાધ્યાય અને ભારત સરકારે પદ્મભૂષણ પદવીથી એમનું બહુમાન કર્યું હતું. ઇ.સ. ૧૯૭૯ માં એક દિવસ મોડી રાત્રી સુધી વાંચતા વાંચતા ઊંઘી ગયા, ફરી જાગી શક્યા નહીં.


No comments: