Saturday 10 August 2013

૩૦ મી જુલાઇ

હેનરી ફોર્ડ

                 હેનરી ફોર્ડનો જન્મ ૩૦-૦૭-૧૮૬૩ના રોજ અમેરિકામાં થયો હતો. નાનપણથી જ ફોર્ડને યંત્રો અને વિજ્ઞાનમાં રસ પડતો. માત્ર યંત્રની મદદથી જ ચાલે તેવી એક ગાડી બનાવવાની તેની તીવ્ર ઇચ્છા હતી. પ્રારંભમાં એક એન્જિન બનાવ્યું. ધારણા પ્રમાણે તે ચાલ્યું. ત્યારબાદ ૮૦ હોર્સપાવરની પ્રખ્યાત રેસર ગાડી તેણે બનાવી. કલાકના ૧૪૦ કિ.મી. ઝડપે કાર ચલાવી વિક્રમ સ્થાપ્યો. તેમણે ટી મોડેલની કાર બનાવી જે ખૂબ લોકપ્રિય બની. ફોર્ડની મહેચ્છા હતી કે, એવી કાર બનાવવી જેની કિંમત સામાન્ય માણસને પણ પરવડે. જેમાં તેને અદભૂત સફળતા મળી. FORD મોટરનું નામ વિશ્વભરમાં જાણીતું બની ગયું. શ્રમ વિભાજન કરી તેણે કાર નિર્માણ ઝડપી અને સીધું બનાવ્યું. હેનરી ફોર્ડે ત્રણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા બજાવી હતી. સામાન્ય માણસ  ખરીદી શકે તેવી મોટર બનાવી, એસમ્બલી ઉત્પાદનથી કાર નિર્માણ ત્વરિત બનાવ્યું અને કામદારોનું જીવનધોરણ ઊંચુ રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા. . . ૧૯૪૭માં તેમનું અવસાન થયું

No comments: