Monday 26 August 2013

૨૭ મી ઑગસ્ટ

મધર ટેરેસા

           દીન દુ:ખીઓની નિ:સ્વાર્થ સેવા બજાવનાર દયાની દેવીનો જન્મ તા. ૨૭-૦૮-૧૯૧૦ ના રોજ યુગોસ્લાવિયામાં થયો હતો. અઢાર વર્ષની વયે તેઓ ખ્રિસ્તી ધર્મમાં જોડાયા. પછીથી એમની  નિમણૂક સેન્ટ મેરિઝ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે થઇ. શિક્ષણકાર્યને તિલાંજલિ આપી, સેવા કાર્ય અપનાવ્યું. તેમણે ગરીબોને અન્નદાન, દર્દીઓને માટે દવાખાના, બાળકો માટે શાળાઓ, રક્તપિત દર્દીને આશ્રયસ્થાન જેવી પ્રવૃતિઓ કરી. માનવતાના આ સેવાકાર્યો માટે મધર ટેરેસાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેના ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમાં મેગ્સેસ એવોર્ડ,પોપઝોન પીસ પ્રાઇઝ, જવાહરલાલ નહેરુ એવોર્ડ, ભારતરત્ન અને નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. નિ:સ્વાર્થ સેવા કરનાર વિદેશી સન્નારી મધર ટેરેસાની ચિરવિદાયથી શૂન્યાવકાશ સર્જાયો છે.   

No comments: