Tuesday 23 July 2013

૨૩ મી જુલાઇ

લોકમાન્ય ટિળક

                   શ્રી લોકમાન્ય ટિળકનો જન્મ મહારાષ્ટ્રાના ચીખલી ગામે તા. ૨૩-૦૭-૧૮૫૬ના રોજ થયો હતો. બાળપણથી જ તેજસ્વી મેઘા ધરાવતા હોવાથી યશસ્વી શિક્ષણ મેળવ્યું. પોતાનું બાળપણનું માયકાંગલું શરીર, મજબૂત ને ખડતલ બનાવવાનું કાર્ય તેમણે દ્રઢ સંકલ્પપૂર્વક હાથ ધર્યું હતું. મરાઠા પત્ર સમાજના ઉપલા થરને નજરમાં રાખતું ત્યારે કેસરીને આમ જનતાનું મુખપત્ર બનાવ્યું. ષડયંત્ર દ્ધ્રારા સરકારે તેમને ૧૮ માસની સખત જેલસજા પણ કરી. જેલવાસનો સમય ગીતા રહસ્ય નામના અમૂલ્ય ગ્રંથની રચના પાછળ ગાળ્યો. આ નીડર લોકસેવકનું ઇ. ૧૯૨૦માં અવસાન થયું. 

No comments: