Sunday 21 July 2013

૨૧ મી જુલાઇ

ઉમાશંકર જોશી

                      તેજસ્વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ શ્રી ઉમાશંકર જોષીનો જન્મ ઇડરના બામણા ગામે તા. ૨૧-૦૭-૧૯૧૧ના રોજ થયો હતો. અભ્યાસ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણનો અને કાકાસાહેબના અંતેવાસી થવાનો લાભ મળ્યો. નખી સરોવર પર શરદપૂર્ણિમા એ તેમનું પ્રથમ કાવ્ય અને વિશ્વશાંતિ એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. ભારત સરકારના  ઉપક્રમે લેખક પ્રતિનેધિ તરીકે રશિયા પણ ગયા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા હતા. એમના સઘળાં કાવ્યોનો સંગ્રહ સમગ્ર કવિતા નામે પ્રગટ થયો છે. ઉપરાંત સાપનાભારા જેવાં નાટકો, વિસામો જેવા નવલિકા સંગ્રહો, ઉઘાડીબારી જેવા નિબંધ સંગ્રહો અને પારકાં જણ્યા જેવી નવલકથાઓ તમણે આપી છે. વાસુકિ ઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન કર્યું. ઇ. ૧૯૮૮માં એમણે દેહવિલય સાધ્યો.   

No comments: