Saturday 13 July 2013

૧૩ મી જુલાઇ

શિવ પંડ્યા
                  શ્રેષ્ઠ ચિત્રકાર શિવા પંડયાનો જન્મ ઇ. ૧૯૨૮માં ખેડા જિલ્લાના વસો ગામમાં થયો હતો. નડિયાદમાં શિક્ષણ લીધા પછી ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકાળા શીખ્યા. અને કાર્ટૂન પર પણ હાથ અજમાવવા લાગ્યા. શ્રી પંડયા ચિત્રલેખા, વંદેમાતરમ, રમકડું વગેરે સામયિકોમાં ચિત્રો આપવા લાગ્યા. રમકડું બાળ માસિકમાં તેમની ચિત્રવાર્તા ચીંચુકાકા ખૂબ લોકપ્રિય થઇ હતી. પછી અમદાવાદ આવીને સંદેશ, ગુજરાત સમાચાર તેમજ જનસતા દૈનિકમાં કાર્ટૂનીસ્ટ તરીકે કાર્ય કરતા હતા. પ્રસંગચિત્રો, મુખપૃષ્ઠ અને કાર્ટૂન એ ત્રિવિધ દિશામાં એમની પીંછીનું લાવણ્ય નીરખી ઊઠતું. તા. ૧૯-૦૭-૧૯૭૮ના રોજ એમનું અવસાન થયુ.    
એકાંકીના સર્જક બટુભાઇ ઉમરવાડિયા
                   ગુજરાતી સાહિત્યમાં એકાંકી નાટકના સ્વરૂપને લઇ આવવાનું શ્રેય બટુભાઇ ઉમરવાડિયાને ફાળે જાય છે. તેમનો જન્મ તા. ૧૩-૧૭-૧૮૯૯ના રોજ સુરત જિલ્લાના વેડછી ગામે થયો હતો. ૧૯૨૦માં મુંબઇ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ થોડા સમય નોકરી કરી.ત્યારબાદ એલએલ. બી. કર્યા બાદ વકીલાત શરૂ કરી. વાતોનું વન નામે વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો.
એમણે સૌ પ્રથમ મૌલિક નાટક લોમહર્ષિણી લખ્યુ, એ પછી એમણે લગભગ ૧૩ જેટલાં મૌલિક એકાંકી લખ્યા. આમ તેઓ અકાંકીના આદ્યપ્રવર્તક બન્યા. માલાદેવી’, રક્ષા’, મત્સ્યગંધા અને ગાગેય’, અશક્ય આદર્શો’, શૈવલિની વગેરે એમના એકાંકી નાટકો છે. બટુભાઇનું અવસાન ૧૮ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ થયું.  


No comments: