Thursday 11 July 2013

૧૧ મી જુલાઇ

બહેરામજી મલબારી

                 બહેરામજી મલબારીનો જન્મ વડોદરામાં ઇ. ૧૮૧૩માં થયો હતો. આપબળે તેઓ મેટ્રિક સુધી ભણ્યા. પછી અભ્યાસ પડતો મૂકી શેક્સપિયર, વર્ડઝવર્થ, મિલ્ટન વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક કાવ્યો રચ્યાં. ભારતના એક અગ્રણી પત્રકાર તરીકેની તેમની સેવા અનન્ય હતી. વિલ્સનવિરહ’, અનુભવિકા’, સાંસારિકા અને નીતિવિનોદ જેવા એમના ઉતમ પુસ્તકો છે. એમણે ઇન્ડિયન સ્પેક્ટેટર નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કરેલું. અને ત્યારબાદ ગુજરાત અને ગુજરાતી નામનું બીજું પત્ર પણ શરૂ કરેલું. શ્રી બહેરામજી તા. ૧૧-૦૭-૧૯૧૨ના રોજ અવસાન પામ્યા.    

No comments: