Monday 1 July 2013

૧ લી જુલાઇ

ડૉ. વિધાનચંદ્ર રાય

                 નૂતન બંગાળના સમર્થ ડૉ. વિધાનચંદ્ર રાયનો જન્મ તા. ૦૧-૦૭-૧૮૮૨ના રોજ પટણા ગામે થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ભારત આવ્યા બાદ તેઓ કલકતા મેડિકલ કૉલેજમાં પ્રોફેસર તરીકે નિમાયા. ત્યારબાદ કલકતામાં યુનિવર્સિટીના સેનેટ સભ્ય, બંગાળની રાજસભાના સભ્ય, કલકતા કૉર્પોરેશનના સુદીર્ઘ સમય સુધી મેયર અને છેલ્લે કલકત્તા  યુનિવર્સિટીનું વાઇસ ચાન્સેલર પદ શોભાવ્યું. ભારતને સ્વાતંત્ર્ય મળતા જ તેઓ પશ્રિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા. વિધાનબાબુ રાજકારણમાં પડેલા હોવા છતાં રોજ સવારે બે કલાક પોતાની દાક્તરી પ્રેકટીસ ચાલુ રાખેલી. તેમણે અનેક ગરીબોને આર્થિક મદદ કરી હતી.તા. ૦૧-૧૭-૧૯૬૨ ના રોજ તેમનું દેહાવસાન થયું.  

No comments: