Saturday 22 June 2013

૧૬ મી જુન


બાબુ ચિતરંજનદાસ
                ભારતની આઝાદી માટે સર્વસ્વનો ત્યાગ કરનાર બાબુ ચિતરંજનદાસનો જન્મ ઇ. . ૧૮૭૦માં કલકતામાં થયો હતો. નાનપણથી તેજસ્વી, સુંદર અને મૌલિકતાના ગુણથી તેમનામાં દેશપ્રેમની ભાવના જન્મી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ માલંચ થી બ્રહ્મસમાજીઓ નારાજ થયા પણ વિવેચકોએ તે કવિતાઓની ખૂબ પ્રશંસા કરી. યુગાંતર અને સંધ્યા સામયિકો પરના કેસમાં ચિતરંજનદાસની મૌલિકતા ઝળકી ઊઠી અને તેમની વકીલ તરીકે નામના વધી. બંગાળની ધારાસભામાં તેઓ ચૂંટાયા. બંગાળના ગવર્નર તેમને સરકાર રચવા આમત્રંણ આપ્યું. તેમણે પોતાની બધી મિલકત દેશને ચરણે ધરી દીધી. તા. ૧૬-૦૬-૧૯૨૫ના દિવસે ૫૫ વર્ષની નાની વયે તે વિદાય થયા. 
સંત કબીર
                સંત કબીરનો જન્મ તા. ૧૬-૦૬-૧૩૯૮માં ઉતર ભારતના કાશી શહેરમાં થયો હતો. તેમના ગુરુ સ્વામી રામદાસ હતા. તેઓ નિરક્ષર હતા છતા બહુશ્રૂતા હતા. સત્સંગ અને દેશાટન દ્રારા એમણે અનુભવજ્ઞાન મેળવ્યું હતું.

                  તે સમયે મૂર્તિપૂજા, કર્મકાંડ, અંધશ્રદ્ધા, ઊંચનીચ, ભેદભાવ, અસ્પૃશ્યતા, મિથ્યાડંબર વગેરેનું જોર વધ્યું હતું. આવા સમયે કબીરજીનું આગમન થયું. તેમણે હિંદુ અને મુસલમાન તમામ કુરૂઢિઓ પર એમણે ચાબખા માર્યા છે. તેઓ ગૃહસંસ્કારી સંત હતા. કાપડ વણીને જીવન નિર્વાહ કરતા હતા. તેમણે નીતિ અને સદાચાર વિશે અસંખ્ય દોહા રચ્યા છે. તો વળી યોગમાર્ગને સમજાવતા ગહન પદો પણ રચ્યાં છે.  તેઓ સાદગી અને સહજ જીવન પર ભાર મૂકે છે. તેઓ ૧૨૦ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી ઇ. સ. ૧૫૧૮ માં સમાધિમાં લીન થયા.  

No comments: