Thursday 6 June 2013

૭ મી જુન

ભાઇકાકા
             ભાઇલાલ પટેલનો જન્મ ખેડા જીલ્લાના સોજિત્રા ગામમાં ૦૭-૦૬-૧૮૮૮ માં  થયો હતો. મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કરી વડોદરા કૉલેજમાં ઇજનેર બન્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ભાઇકાકાની સેવાનો લાભ ઉઠાવ્યો. ઠેર ઠેર બાગ-બગીચા ઊભા કર્યા. આજનું રમણીય કાંકરીયા તળાવ પણ તેમણે ખોદાવ્યું. ૬૦ વર્ષની વયે તેમણે શ્રી ભીખા પટેલના સહયોગથી વલ્લભવિદ્યાનગરની સ્થાપના કરી. ત્યાં અનેક વિદ્યાધામો સ્થાપ્યા અને આજે તો સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાપીઠ એક આદર્શ વિદ્યાપીઠ તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. વલ્લભભાઇના  સબળ સમર્થન અને હૂંફથી ગુજરાતની પ્રથમ ઇજનેરી કૉલેજ અહીંયાં ઊભી થઇ હતી.વલ્લ્ભવિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. શ્રી ભાઇકાકાનું અવસાન ઇ.સ. ૧૯૭૦ માં થયું હતું.  


મહારાણા પ્રતાપ

                ચિત્તોડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનમાં તા.- ૦૭/૦૬/૧૫૩૯ ના રોજ થયો હતો. દિલ્હીના બાદશાહ અકબર સામે એમણે ટક્કર  લીધી  હતી અને મા ભોમની રક્ષા કરી હતી. તેઓ પ્રંચડ શરીર સૌષ્ઠવ,અડગ ધૈર્ય અને તીવ્ર ઇચ્છા શક્તિ ધરાવતા હતા. મુગલ સૈન્ય સાથે સલીમ અને રાજા જયસિંહને હલ્દીઘાટીના મેદાનમાં મહારાણાના લશ્કરે ટક્કર આપી હતી. તે સમયે મેવાડના શેઠ વીર ભામાશાએ મહારાણાને લશ્કર જમાવવા ધનની ખૂબ મદદ કરી હતી.   

No comments: