Wednesday 5 June 2013

૯ મી મે

પંડિત સુંદરલાલ

              પંડિત સુંદરલાલજીનો જન્મ ઉતરપ્રદેશના ખારોલી ગામે થયો હતો. નાની વયમાં જ હિન્દી, પર્શિયન અને ઊર્દૂ ભાષા પર ખૂબ સારો કાબૂ મેળવી લીધેલો. સ્નાતક થઇ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ રાજકીય પ્રવૃતિઓને લીધે તેમને અભ્યાસને તિલાંજલિ આપવી પડી. ચીનમાં ભારતીય સાંસ્કૃતિક મંડળના નેતાતરીકે ગયા અને પાછા ફરી ચાઇના ટુડે' નામનું પુસ્તક લખ્યું. તેમનું સૌથી મહત્વનું પ્રદાન હિંદી ભાષામાં લખેલા ૨૦૦૦ પાનાના પુસ્તક ભારતમેં અંગ્રેજી રાજ' છે. ગાંધીજી પ્રેરિત સવિનય કાનૂનભંગ તેમ જ હિંદ છોડો" ચળવળ સમયે ભારતમાં કોમી એકતા અને સંવાદિતા સાધવાનું મહત્વનું કાર્ય કર્યું. ૦૯-૦૫-૧૯૮૧ના રોજ પંડિત સુંદરલાલજીનું અવસાન થયુ

No comments: