Wednesday 26 June 2013

૨૬ મી જુન

બાલ ગાંધર્વ

                 મરાઠી રંગભૂમિના અભિનેતા બાલ ગાંધર્વનો જન્મ પૂનામાં ૨૬-૦૬-૧૮૮૮ના રોજ થયો હતો. એમનું નામ નારાયણરાવ. માતા, પિતા અને મામા પાસેથી બાળક નારાયણને સંગીત અને અભિનયના સંસ્કાર સાંપડ્યા હતા. લોકમાન્ય ટીળકે નારાયણનું સંગીત સાંભળ્યું અને પ્રસન્ન થઇ તેમને બાલ ગાંધર્વ ના ઉપનામથી સંબોધન કર્યુંતેઓ મરાઠી નાટકોમાં સ્ત્રીની ભુમિકા ભજવવામાં જાણીતા હતા. તે સમયે સ્ત્રીઓ નાટકમાં રોલ ભજવતી ન હતી. શકુંતલા નાટકમાં શકુંતલાની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી. ઉપરાંત સ્વયંવર’, એક ચ પ્યાલા’, દ્રૌપદી વગેરે નાટકોમાં સફળ ભૂમિકા ભજવી. સંગીતકલા અકાદમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ એમને એનાયત થયો હતો. ભારત સરકારે તેમને પદ્મભૂષણ ની પદવીથી સન્માન્યા હતા. લાંબી બીમારી ભોગવી ઇ. ૧૯૬૭માં પરલોકને પંથે સીધાવ્યા.   

No comments: