Wednesday 5 June 2013

૧ લી જુન

હેલન કેલર

                    પ્રતિભાવંત પ્રજ્ઞાચક્ષુ નારી હેલન કેલરનો જન્મ અમેરિકામાં ઇ. ૧૮૮૦ માં થયો હતો. માત્ર દોઢ વર્ષની વયે જ તે ભયંકર માંદગીમાં સપડાઇ અને જોવાની, સાંભળવાની તેમ જ બોલવાની તેની શક્તિ ચાલી ગઇ. કુ. એની સલીવાનના માર્ગદર્શન નીચે હેલને પોતાનું શબ્દભંડોળ એવું વધાર્યું કે બધા દંગ થઇ ગયા. એમની આંતરશક્તિ એટલી હદે પ્રજ્જવલિત થઇ ગઇ હતી કે વ્યક્તિ સાથે થોડી મુલાકાતો થઇ જાય પછી કેવલ હસ્તધૂનનથી જ તેઓ તે વ્યક્તિને ઓળખી શક્તા. ધુમાડો, ભીનાશ, રંગ વગેરે કળી શકવાની એમની શક્તિએ વિશ્વભરના લોકોને આશ્ચ્રર્ય માં ગરકાવ કરી દીધા હતા. અંધ લોકો માટે બ્રેઇલ લિપિમાં માસિકો શરૂ કર્યા. તેમણે પુસ્તકો પણ લખ્યાં જેમાં આત્મકથા જગસાહિત્યમાં ઉચ્ચસ્થાને બિરાજે છે. તેમણે દેશ- વિદેશના અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યાં. અનેક યુનિ. તરફથી ડૉક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. અપંગો માટે આદર્શરૂપ હેલન કેલરે તા. ૦૧-૦૬-૧૯૬૮ના રોજ પોતાની જીવનલીલા સંકેલી લીધી.   

No comments: