Thursday 7 March 2013

૫ મી માર્ચ


બાબા પૃથ્વીસિંહ આઝાદ
         ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદનો જન્મ ઇ.. ૧૮૯૨ માં થયો હતો. અભ્યાસદરમિયાન જ માતૃભૂમિની મુક્તિના સ્વપ્ન સેવવા લાગ્યા અને બંગભંગનું આંદોલન શરૂ થતાં તેમાં જોડાયા. લાહોર કાવતરા કેસમાં સંડોવાયા.દોડતી ટ્રેનમાંથીબેડીઓ સાથે કૂદી પડી ભાગી છૂટ્યા.સ્વામીરાવ નામ ધારણ કરી ભાવનગર આવ્યા અને ગણેશક્રીડા મંડળની સ્થાપના કરી. યુવાનોને અખાડામાં અંગકસરતના ખેલો કરી બતાવ્યા. હોંગકોંગમાં ૭૫ વર્ષની વય વટાવીગયેલાની દોડ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે ૯૧ વર્ષની ઉંમરેતેઓ પ્રથમ આવીને સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા.તેમના જીવનના ઉત્તરાર્ધમાં ગાંધીજીને આત્મસમર્પિત થયા અને ક્રાંતિકારીનું સામાજીક જીવન એક સદ્ગૃહસ્થ તરીકેના જીવનમાં ફેરવાયું. તા. ૦૫/૦૩/૧૯૮૯ માં પૃથ્વીસિંહ આઝાદનું અવસાન થયું.

No comments: