Thursday 21 March 2013

૨૦ મી માર્ચ


સર આઇઝેક ન્યૂટન
વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇંગ્લેન્ડના એક નાના ગામમાં થયો હતો. નાનપણથી જ તેને હાથ કારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાનો ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌ પ્રથમ ગણિત ક્ષેત્રે બાઇ નોમિયલ થિયરમ ની શોધ કરી. ગુરૂત્વાકર્ષણના નિયમો એ ન્યૂટનની ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત,ટેલિસ્કોપની રચના,પ્રકાશના વક્રીભવની શોધ વગેરે શોધોએ ન્યૂટનને અમર ખ્યાતિ બક્ષી છે. ૨૦/૦૩/૧૭૨૭ ના રોજ આ મહાન વૈજ્ઞાનિક મૃત્યુ પામ્યા.

No comments: