Monday 11 March 2013

૧૨ મી માર્ચ


કનુ દેસાઇ
             ગુજરાતમાં કલા’ શબ્દના પર્યાય સમા કનુ દેસાઇનો જન્મ ૧૨/૦૩/૧૯૦૭ ના રોજ અમદાવાદમાં થયો હતો. કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકલાની તાલીમ લીધી હતી. કનુભાઇને શાંતિનિકેતન જવાની તક મળી. કવિવર ટાગોરની નિશ્રામાં તેઓ કલા ક્ષેત્રે ખૂબ કિર્તિ પામ્યા. તેઓનો પ્રથમ ચિત્રસંપુટ સત્તર છાયાચિત્રો પ્રગટ કર્યો. પછી તો ઉપરાઉપરી એમના ત્રીસ જેટલા આલ્બમ પ્રગટ થયા.પૂર્ણિમા’, ભરત મિલાપ’,’રામ રાજ્ય તથા જનક જનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં સફળ કલા નિર્દેશન કર્યું હતું. લગભગ ૫૦૦૦ જેટલા ચિત્રો, ૩૦ સંપુટો, ૫૫૦ થી વધુ કલા દિગ્દર્શન વગેરે સેંકડો કલામય નમુનાઓ વડે જનસમાજમાં તેઓ આજે પણ હયાત છે. ઇ.સ. ૧૯૮૦ માં તેમનું નિધન થયું.

No comments: