Thursday 7 March 2013

૭ મી માર્ચ


પરમહંસ યોગાનંદ
મહાન સંત પરમહંસ યોગાનંદનો જન્મ ઇ.સ. ૧૮૯૩ માં થયો હતો.બાળપણથી જ દેશપ્રેમ અને આધ્યાત્મિક રંગે રંગાયા હતા. નવયુવાનોના અભ્યાસમાં તેમણે ઊંડો રસ લીધો.પૂર્વ અને પશ્ચિમને  આધ્યાત્મિક રીતે એક તાંતણે બાંધવાનો અને બધા જ ધર્મો મૂળ રીતે એક જ છે તે વિચારનો તેમણે પ્રચાર કર્યો. તેમણે યોગદા સત્સંગ સોસાયટીની સ્થાપના કરી.એક યોગીની આત્મકથા તેમનું પુસ્તક વિશ્વભરમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ તરીકે ગણના પામ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની આધ્યાત્મિકતાનો સંદેશો ફેલાવવામાં તથા દેશપ્રેમના કાર્યો માટનું તેમનું પ્રદાન પ્રશંસનીય રહ્યું છે. તા. ૦૭/૦૩/૧૯૫૨ ના રોજ લોસ એન્જલ્સમાં તેમનું અવસાન થયું. 

No comments: