Saturday 16 March 2013

૧૫ મી માર્ચ


v જુલિયસ સીઝર
        રોમન સામ્રાજ્યનો સૂરજ જયારે સોળે કળાએ પ્રકાશતો હતો ત્યારે દોરીસંચાર જુલિયસ સીઝરના હાથમાં હતો. એમનો જન્મ ઇ.. ૧૦૦માં થયો હતો. તે મહાન સેનાપતિ હતો.
         જુલિયસ ખૂબ ઓછા સમયમાં વિશાળ રોમન સામ્રાજ્યને મજબૂત વહીવટ પૂરો પાડ્યો હતો. રોમમાં પ્રજાસતાક તંત્ર હતું. ચૂંટાયેલા ને નિયુક્ત થયેલા સભ્યોની સેનેટ બનતી. તેમાંથી બે વ્યક્તિઓ રાજ્ય કારભાર સંભાળતી. સેનેટના કેટલાક સભ્યોને લાગ્યું કે જુલિયસ સરમુખત્યારશાહી સ્થાપી દેશે, તેથી તેની હત્યાનું કાવતરું ઘડાયું ને બ્રુટસ નામની તેની નજીકની વ્યક્તિએ જ તેનું સેનેટ હોલના પગથિયાં આગળ છરો મારી ખૂન કર્યું.

No comments: