Thursday 21 March 2013

૧૯ મી માર્ચ



આચાર્ય કૃપલાણી
                  આજીવન ક્રાંતિકારી,અધ્યાપક અને રાજનીતિજ્ઞ જીવતરામ ભગવાનદાસ કૃપલાણીનો જન્મ સિંધ હૈદરાબાદમાં થયો હતો. એમ..થઇ શિક્ષકા તરીકેના જીવનની શરૂઆત કરી.અમદાવાદમાં ગુજરાત વિધ્યાપીઠની સ્થાપના થતાં આચાર્ય પદ માટે ગાંધીજી તેમને ત્યાં લઇ ગયા. ત્યારથી તેઓ આચાર્યકૃપલાણી તરીકે જ ઓળખાતા. એમના રમૂજ ભર્યા કટાક્ષો,ધારદાર વાણી અને બુદ્ધિની તેજસ્વિતા એમના વ્યાખ્યાનોની આગવી ખાસિયત હતી. તેઓ બાર વર્ષ સુધી કૉંગ્રેસ કારોબારીના સભ્ય રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવી દેશને મુક્ત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તા.-૧૯/૦૩/૧૯૮૨ ના રોજ અમદાવાદ ખાતે ૯૪ વર્ષની વયે એમણે ચિર વિદાયલીધી.

No comments: