Thursday 28 March 2013

એપ્રિલ માસ દિન વિશેષ

માસ
તારીખ
 દિવસો
એપ્રિલ
1
વાયુ સેના દિન

4
સાગર દિન

5
નેશનલ મેરિટાઇમ દિવસ

7
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

10
જળ સંશાધન દિવસ


વિશ્વ કેન્સર દિન


રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ


કસ્તૂરબા ગાંધીનો જન્મ દિવસ

13
જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ

14
ડૉ,આંબેડકર જયંતિ


અગ્નિશમન સેવા દિન

17
વિશ્વ હિમોફિલિયા દિવસ

18
વિશ્વ વારસા દિન

૨૨
પૃથ્વી દિન

23
વિશ્વ પુસ્તક દિન

30
બાળક મજૂરી વિરોધી દિન

૩૧ મી માર્ચ


ડૉ. હરિપ્રસાદ
             પૂજ્ય બાપુના પરમ મિત્ર અને સમાજ સેવક ડૉ.હરિપ્રસાદ દેસાઇનો જન્મ ઇ..૧૮૮૦ માં થયો હતો. ડોક્ટરનો વ્યવસાય ચાલુ રાખી સમાજ સેવા પણ કર્યે જતા હતા. અમદાવાદની સુધરાઇના પ્રમુખપદ પર રહી અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા અને રોગ મુક્ત  કરવા ભારે પ્રયત્નો કર્યા હતા. મ્યુનિસિપાલિટીના પ્રમુખ વગેરે હોદ્દાઓ પર હોવા છતાં તેઓ હંમેશાં પોતાની સાઇકલ ઉપર જ ફરતા. ૯૦ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને ૩૧/૦૩/૧૯૫૦ના રોજ ડૉક્ટર સાહેબનું અમદાવાદમાં અવસાન થયું હતું.  

૩૦ મી માર્ચ


સ્વામી શ્રધ્ધાનંદ
         સ્વામી શ્રધ્ધાનંદનો  જન્મ તા.-૩૦/૦૩/૧૮૫૬ ના રોજ એક પ્રતિષ્ઠિત ખત્રી કુંટુંબમાં થયો હતો. વકીલાતની પરીક્ષા પાસ કરી તેમણે નાયબ તહસીલદાર તરીકે આજીવિકા શરૂ કરી પણ ત્યાં સન્માન ન જળવાતાં છોડી દઇ વકીલાત શરૂ કરી પણ સ્વામી દયાનંદ સરસ્વતીના અનુરોધથી વકીલાત છોડી દઇ, હરદ્વારમાં ગુરૂકુળની સ્થાપના કરી. ત્યારબાદ સંન્યસ્ત ધારણ કર્યું અને શ્રધ્ધાનંદ નામ રાખ્યું. તા.-૨૩/૧૨/૧૯૨૬ ના રોજ એક માર્ગ ભૂલેલા જેહાદીએ તેમની હત્યા કરી.    

૨૯ મી માર્ચ


ડૉ. વિલિયમ લોરેન્સ બ્રેગ
           વિખ્યાત ભૌતિકશાસ્ત્રી ડૉ. વિલિયમ લોરેન્સ બ્રેગનો જન્મ તા.-૨૯/૦૩/૧૮૯૦ ના રોજ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કરી એડીલેક વિશ્વ વિદ્યાલય માંથી ગણિત શાસ્ત્રીની ઑનર્સની ઉપાધિ મેળવી હતી. તેમણે પોતાના પિતાશ્રી સાથે સંશોધન ક્ષેત્રે ઝંપલાવ્યું અને ત્રણ વર્ષમાં પિતા-પુત્રે જે સંયુક્ત પુરુષાર્થ કર્યો તે બદલ નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે પ્રાપ્ત થયું હતું. તેમનો પ્રિય વિષય હતો ક્ષ-કિરણોની મદદ વડે અણુઓની રચનાનું અધ્યયન કરવું.  યુરોપીય યુનિવર્સિટીઓએ ડોક્ટરેટની માનદ પદવીઓ આપી તેમનું બહુમાન કરેલું. ડૉ.વિલિયમ બ્રેગ ૮૧ વર્ષની વયે ઇ.. ૧૯૭૧ માં અવસાન પામ્યા.

૨૮ મી માર્ચ


મેક્સિમ ગોર્કી
રશિયાના મહાન સાહિત્યકાર તરીકે પ્રક્યાત મેક્સીમ ગોર્કીનો જન્મ તા.-૨૮/૦૩/૧૮૬૮ માં રશિયામાં થયો હતો. નાની વયથી જ લેખનકાર્ય શરૂ કર્યું હતું. મધર’,’મારુ બચપણ અને મારુ વિશ્વવિદ્યાલયનાટકો ખૂબ જ પ્રસિદ્ધ થયા છે.ગાંધીજીએ એમને માનવઅધિકારોના મહાન લડવૈયા નું બિરુદ આપ્યું હતું. 

૨૭ મી માર્ચ


રોન્તજેન વિલ્હેમ કોનરાડ
         મહાન ભૌતિક વિજ્ઞાની અને ક્ષ-કિરણોના શોધક રોન્તજેન વિલ્હેમ કોનરાડનો જન્મ તા.-૨૭/૦૩/૧૯૪૫ ના રોજ જર્મનીમાં  થયો હતો. શૂન્યાવકાશવાળી નળીમાં ભારે દબાણવાળા  વિદ્યુતકિરણો વહેવડાવવાના પ્રયોગો દરમ્યાન બાજુમાં પડેલી બેરિયમ પ્લેટિનમની તકતી પર ચળકાટ ઉત્પન્ન થતાં ખીલી ઉઠ્યા. એક નવો આવિષ્કાર સામે આવ્યો અને તેમણે આ અજ્ઞાતકિરણોને એક્સ-રે (ક્ષ-કિરણો)નામ આપી દીધું. તેમની આ ક્રાંતિકારી શોધને કારણે તેમને ભારે સન્માન વાળું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું.આ ઉપરાંત તેમણે પદાર્થ વિજ્ઞાનમાં કેશાકર્ષણ, સ્થિતી સ્થાપકતા, વિદ્યુત દબાણ વગેરે વિષે ખૂબ ઉપયોગી અને નિર્ણાયક સંશોધનો કર્યા.  

૨૬ મી માર્ચ


જહોન વુલ્ફગેંગ ગેટે
                મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાનશાકુન્તલ નાટકનો અનુવાદ વાંચીને એટલા ભાવવિભોર થઇ ગયો કે પુસ્તક મસ્તક પર માથે મૂકીને નાચવા લાગ્યા હતા. તે જર્મનીનો પ્રાજ્ઞકવિ જહોન વુલ્ફગેંગ ગેટેનો જન્મ ઇ.. ૧૭૪૯માં થયો. તેર વર્ષની એક કન્યાના પ્રેમમાં પડી તેણે પ્રથમ ઊર્મિકાવ્યો તેમણે રચેલી ગોન્ઝકૃતિએ જર્મનીમાં તેને ખ્યાતિ અપાવી. મહાકવિ ગેટેએ  ૮૩ વર્ષનું આયુ ભોગવી તા. ૨૬-૦૩-૧૮૩૨ ના રોજ તેમનું મૃત્યુ પામ્યા

Tuesday 26 March 2013

૨૫ મી માર્ચ


નાના ફડનવીસ
        મહારાષ્ટ્રના પ્રખર રાજનીતિજ્ઞ શ્રી નાના ફડનવીસનો જન્મ ઇ.. ૧૭૪૨માં થયો નાનાને બાળપણથી જ રાજકારણ અને વહીવટની તાલીમ મળી હતી. ફડનવીસ એટલે કોષાધ્યક્ષ. સવાઇ માધવરાવ પેશ્વાના સમયમાં નાના સર્વોપરી નેતા અને સર્વસતાધીશ બની ગયા. . ૨૫-૦૩-૧૮૦૦ની મધ્યરાત્રીએ તેમનો દેહાંત થયો.

શ્રીમતી લીલાવતી મુનશી
       લીલાવતી શેઠનો જન્મ તા. ૨૫-૦૧-૧૮૯૯માં અમદાવાદમાં થયો હતો. ગુજરાતના જાણીતા લેખક કનૈયાલાલ મુનશી સામે પુન્ર્લગ્ન કરી સમાજમાં તે સમયે ખૂબ વિવાદ પેદા કર્યો હતો.
      અમદાવાદના ધનાઢય કુટુંબમાં એમનો ઉછેર થયો હતો. ઘેર ખાનગી ટયૂશન દ્ધ્રારા અભ્યાસ કર્યો. તેર વર્ષની ઉંમરે લાલભાઇ શેઠ સાથે લગ્ન થયા હતા. ગુજરાત સામયિકના તે સમયે મુનશી તંત્રીપદે હતા, જેમાં લીલાવતીબહેન સાહિત્યાકારોના વ્યક્તિચિત્રો લખીને મોકલતા હતાં. આ પરિચય પછી પરિણયમાં પરિણમ્યો અને પછી લગ્ન સુધી લંબાયો. ભારતીય વિધાભવનની સ્થાપના મુનશી દંપતીએ કરી હતી. તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાયેલી છે

૨૪ મી માર્ચ


રૂબિન ડેવિડ
             અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર, તેના તથા કાંકરિયાની બલવાટિકાના દ્ષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદમાં થયો હતો.પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને તેઓ પાંજરામાં ન પૂરતા. કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો પકડ્યા હતા. તો એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ આપેલો. આવા પશુ- પંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન તા. ૨૪-૦૩-૧૮૮૯ના રોજ થયું હતું.

૨૩ માર્ચ


વીર ભગતસિંહ
               સ્વાતંત્ર્ય સંગ્રામના એક અણનમ યોદ્ધા, ઝિંદાદિલ ઉદાર ઇન્સાન, વીર ભગતસિંહનો જન્મ પંજાબમાં થયો હતો. ઉચ્ચા શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી જઇને પત્રકાર તરીકે જીવન શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગના હત્યાકાંડે ભગતસિંહને  હચમચાવી મૂક્યા. “ ઇન્કલાબ ઝિંદાબાદ નારા સાથે દિલ્હીની વડા ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કર્યો બ્રિટીશ સરકારે તેમના પર કેસ કર્યો. તેમને ફાંસીની સજા ફરમાવી. જેલમાં રહીનેય તેમણે દેશ પ્રત્યેની ચિંતા અને ચિંતન કર્યું છે. તા ૨૩-૦૩-૧૯૩૧ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂએ ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને મોતને વહાલુ કર્યું
કવિશ્રી સુંદરમ
                 ગાંધીયુગના મહાન કવિ સુંદરમ નો જન્મ તા. ૨૨-૦૩-૧૯૦૮ના રોજ ભરૂચ પાસેના મિયાંગામ- માતર ગામે થયો હતો. તેમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરૂષોતમદાસ લુહાર હતું સાધુસંતો અને ભજનિકો પાસેથી ભક્તિગીતો સાંભળ્યા જેની અસર એમનાં કાવ્યોમાં સ્પષ્ટ વર્તાય છે.
                અમૃતના યાત્રી એવા આ કવિ ૧૯૪૫માં શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સંપર્કમાં આવ્યા અને જીવન સાવ બદલાઇ ગયું. શિક્ષકની નોકરી છોડી પોંડીચેરી અરવિંદ આશ્રમમાં રહેવા ગયા. ૧૯૪૭થી દક્ષિણા નામના આધ્યાત્મિક સામયિકનું તંત્રપદ સંભાળ્યું.
                 કોયાભગતની કડવી વાણી એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. તે પછી કાવ્યમંગલા વસુધા યાત્રા વગેરે સંગ્રહો પ્રગટ થયા. હીરાકણી અને બીજા વાતો પિયાસી ઉન્નયન તારિણી વગેરે વાર્તસંગ્રહો પણ પ્રગટ થયા.
                  તેમને રણજિતરામ ચંદ્રક, નર્મદ ચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ ઉપરાંત ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપી એમનું યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું છે