Saturday 23 February 2013

૨૧ મી ફેબ્રુઆરી


               મૌલાના અબુલ કલમ આઝાદ
            મૌલાના આઝાદનો જન્મ મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો હતો. ભારતના કલકતામાં વસી તેમણે વાચન અને શિક્ષણ પાછળ ખૂબ મહેનત લીધી. તેમણે અલ હિલાલ (બીજનો ચંદ્ર) નામનું સાપ્તાહિક કાઢી ભારતના મુસ્લિમોને સ્વરાજ્ય પ્રાપ્તિ માટે તૈયાર કર્યા. અને ઢગલાબંધ સાહિત્ય પણ રચ્યું. કોંગ્રસના પ્રમુખ પણ થયાં. પરંતુ તેમનું સૌથી મોટું પ્રદાન તો ભારતમાતાની સેવા છે. ગાંધીજીના અનન્ય સાથી બની જૈને તેમને હિંદુ-મુસ્લિમ ઐક્ય માટે જે તનતોડ પ્રયાસ કર્યો તેનાથી ભારતના ઇતિહાસમાં એક પાક મુસ્લિમ રાષ્ટ્રીય નેતા તરીકે તેઓ અવિઅમરણીય કીર્તી કમાયા. તેમને ૨૦ ઉપરાંત ગ્રંથો લખ્યા છે. અમીરી હુક્કો, અરબી કાવો અને સંગીતના પણ તે શોખીન હતા. તા.૨૧-૦૨-૧૯૫૮ના રોજ એમનું નિધન થયું. શિક્ષણ ,સેવા અને સ્વતંત્રતાપાછળ પોતાનું આયખું ન્યૌછાવર કરનાર શ્રી મૌલાનાનું વ્યક્તિત્વ કદી વિસરી શકાય તેમ નથી.

No comments: