Sunday 10 February 2013

૯ મી ફેબ્રુઆરી


દયારામ

             ગુજરાતના પ્રાચીન ભક્તકવિ દયારામનો જન્મ નર્મદા તટે ચાણોદ ગામે થયો હતો. એ જમાનામાંય દયારામે ભારતના તીર્થોની ત્રણ ત્રણ વખત યાત્રાઓ કરી. એ અપરણીત રહ્યા ને પછી રતનબાઇ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતાં જીવન પર્યત તેની ભક્તિભરી સેવા છોચ વિના લીધી. દરમિયાન તેમની કાવ્યસરિતા સતત વહેતી જ રહી તેના કૃષ્ણ લીલાના પદો અતિ લોકપ્રિય છે. દયારામની શૃંગારની ભાવના વિશેષ પ્રબળ છે. તેમણે ૧૩૫ જેટલા ગ્રંથો લખ્યા છે. દયારામે તા૯-૨-૧૮૫૨ ના રોજ પોતાનો નશ્વર દેહ છોડ્યો. ગોવર્ધનરામે તેમણે અંજલિ આપતા લખ્યું : “ આપણા આદિ કવિ (નરસિંહ) અને અંતિમ કવિ (દયારામ) એ પોતાના યુગોમાં ભક્તિમાર્ગના જે શિખરો રચી તેની ઉપર પોતાના સ્થાનકો રચ્યાં છે તેનાથી અડધી ઊંચાઇનું શિખર વચ્ચે કોઇ કવિએ દેખાડ્યું નથી.”    

No comments: