Sunday 10 February 2013

૬ ઠ્ઠી ફેબ્રુઆરી


પંડિત મોતીલાલ નહેરુ
            ભારતીય રાજનીતિના ઉજ્જવલ તારક, ત્યાગમૂર્તિ શ્રી મોતીલાલ નહેરુનો જન્મ આગ્રા મુકામે થયો હતો. વાકાલતની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પછી વકીલાત શરૂ કરી. જલિયાવાલા હત્યાકાંડથી તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું અને ગાંધીજીના નિકટના પરિચયમાં આવ્યા. રાજમહેલ જેવું પોતાનું નિવાસસ્થાન એમણે દેશને અર્પણ કરી દીધું.  તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે રાજા મહારાજાઓને પણ ઇર્ષા કરાવે તેવું માન ભારતની જનતાએ તેમને આપ્યું. એમનું સમગ્ર વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું એમની વિરલ બુદ્ધિપ્રતિભા, બાદશાહી રહેણી-કરણી અને છેવટના દિવસોનું એમનું જીવન પરિવર્તન તથા દેશ માટે કરેલો સર્વસ્વનો ત્યાગ આપણાં દેશમાં કહેવતરૂપ બની ગયો છે. ગાધીજી,ડૉ.જીવરાજમહેતા અને ધર્મપત્નીસ્વરૂપરાણીની હાજરીમાં તા.૦૬-૦૨-૧૯૩૧ના રોજ લખનૌમાં તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો

No comments: