Sunday 24 February 2013

૨૩ મી ફેબ્રુઆરી


લૂઇ બ્રેઇલ
             ચક્ષુહીનોનો તારણહાર લૂઇ બ્રેઇલનો જન્મ પેરિસમાં થયો હતો. ત્રણ વર્ષની  વયે રમતાં રમતાં લોખંડની આર અકસ્માતે વાગી જતાં આંખ ફૂટી ગઇ અને પછી ચેપ લાગવાથી બીજી આંખ પણ જતી રહી. આમ બાળપણમાં જ સંપૂર્ણ અંધ બન્યો. લાકડીની મદદથી પિતાએ તેને ચાલતાં શીખવ્યું. વિધાર્થી તરીકે તે ખૂબ જ તેજ્સ્વી હતો. શિક્ષક બન્યા પછી અંધો માટે સ્પર્શલિપિ વિકસાવી એના નામ પરથી બ્રેઇલલિપિતરીકે આજે વિશ્વભરમાં જાણીતી છે. તેમણે માત્ર છ ટપકાં પર સ્પર્શલિપિ વિકસાવી અને પછી જીવનનો શેષ સમય તેણે અંધ બાળકો નાટેની પેરિસની શાળામાં જ વિતાવ્યો. લૂઇ બ્રેઇલ ક્ષયરોગના હુમલાને કારણે તા. ૨૩-૦૨-૧૮૫૨ના રોજ અવસાન પામ્યા

No comments: