Sunday 10 February 2013

૧૦ મી ફેબ્રુઆરી


અંજલિ મેઢ
            ભરતનાટ્યમ્ નૃત્યના જ્ઞાતા અને નૃત્યકાર અંજલિ મેઢનો જન્મ ભાવનગરના એક નાગર કુટુંબમાં થયો હતો. એમનો કંઠ મધુર હતો. તાલ અને લય પરનું એમનું પ્રભુત્વ ઊંડુ હતું. ભારતીય વિધાભવનની નર્તન શિક્ષાપીઠના પ્રથમ આચાર્ય બન્યાં અને ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નૃત્ય વિભાગનાં વડા તરીકે નિયુક્ત થયા તાલ, રેખા સૌંદર્ય ,અંગભંગનું ગૌરવ ને ઉચ્ચ ગરિમા માટે તેઓ પ્રાણ રેડતા. એમણે નર્તંદર્શિકા, અષ્ટનાયિકા વગેરે પુસ્તકો પણ લખ્યા છે. ૧૦-૨-૧૯૭૯ની રાત્રે વડોદરામાં નવગ્રહ”ની ભરતનાટ્યમ્ શૈલીમાં સુંદર રજૂઆત કરી ઘેર પાછાં ફર્યા અને પછી સૂતાં તે ફરી જાગ્યા જ નહિ. નૃત્ય તપસ્યાને આટોપી અંજલિ મેઢને માટે એ નિદ્રા ચિરનિદ્રા બની ગઇ

No comments: