Thursday 24 January 2013

૨૩ મી જાન્યુઆરી


નેતાજી સુભાષચંદ્ર બોઝ
        સ્વાતંત્ર્યના અણનમ યોદ્ધા, ચૈતન્યનો મહા ધોધ એટલે સુભાષચંદ્ર બોઝ. તેમનો જન્મ તા. ૨૩-૦૧-૧૮૯૭ ના રોજ બંગાળના એક ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી હતા. આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા. સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. આ નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા. જાપાનમાં રહેતા શ્રી રાસબિહારી બોઝે સ્વંય નિવૃતિ લઇ આઝાદહિંદ ફોજ નું  સુકાન સુભાષબાબુને સોંપ્યું.તેમણે આકાશવાણી પર આપેલા ચલો દિલ્હી અને જય હિંદ ના સૂત્રો દેશભરમાં ગૂંજી રહ્યાં. બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું. હિંદના સરનશીન  તરીકે ઓળખાવ્યા.  સુભાષબાબુ સિંગાપુરથી સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજદિન સુધી છવાયેલું છે. ૨૦ મી ઑગસ્ટ ૧૯૪૫ ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં આવી.    

No comments: