Thursday 24 January 2013

૧૮ મી જાન્યુઆરી


કુંદનલાલ સાયગલ
સંગીતસમ્રાટ કુંદનલાલ સાયગલનો જન્મ ઇ. ૧૯૦૪માં થયો હતો. બાળપણથી જ તેના કંઠમાં અલૌકિક મધુરતા હતી. સંગીતકાર પંકજ મલ્લિકે પૂરન ભક્તમાં સાયગલને પ્રથમ ભૂમિકા આપી. યહૂદીકી લડકી’, પૂજારીન’,’દેવદાસ’,’મેરી બહેન વગેરેમાં અભિનય આપ્યો. મિર્ઝા ગાલીબની ગઝલોને પોતાના સૂરનો સથવારો આપ્યો છે. એક બંગલા બને ન્યારા અને બાલમ આન બસો મેરે મનમેં ગીતોની તાજગી આજે પણ ઝાંખી નથી થઇ. આ ગીતોને ક્યારેય પાનખર લાગવાની નથી. ઉપરાંત ભક્તસૂરદાસ’,’તાનસેન’,’ભંવરા’,’ઉમ્મરખય્યામ અને શાહજહાંન જેવી ફિલ્મોમાં ગીત ગાયાં, સાયગલ માત્ર ૪૨ વર્ષની ઉંમર તા. ૧૮-૦૧-૧૯૪૬ના રોજ પોતાના વતન જલંધરમાં સૂરના સહારે ઇશ્વરના સાન્નિધ્યમાં પહોંચી ગયા.



ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે
       ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ તા-૧૮-૦૧-૧૮૪૨ ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુરમાં થયો હતો. ભણવામાં શરૂઆતમાં જ તેઓ તેજસ્વી હતા. બી.એ. માં સુવર્ણ ચંદ્રક મેળવી પાસ કર્યા બાદ તેમણે એલ.એલ.બી ની પરીક્ષા પાસ કરી હતી. એલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપક તરીકે નિમાયા હતા.  ૧૮૭૧ માં તેમણે એડવોકેટની પરીક્ષા પાસ કરી અને મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમાયા. રાનડી સમાજ સુધારણાને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું. તેમણે “મરાઠી સત્તાનો ઉદય” નામનો ઇતિહાસ ગ્રંથ લખ્યો. 

No comments: