Wednesday 30 January 2013

૩૧ મી જાન્યુઆરી


સુરૈયા
             રૂપેરી પડદાની સિંગિગ સ્ટાર સુરૈયા ગાયન તથા અભિનયના સંસ્કાર લઇને જન્મી હતી. તે સાવ બાલિકા હતી ત્યારે નૌશાદે પ્રેમસાગર ફિલ્મમાં તેને પાશ્વગાયનમાં અવસર આપ્યો. પછી તો તાજમહેલ અને હમારી બાત ફિલ્મમાં પણ અભિનય કર્યો. ફિલ્મમાં તેમણે પોતાના ગીત પોતે જ ગાયા છે. સુપરહીટ ફિલ્મોમાં તેમણે ગાયેલી ગીતોની ત્યારે ધૂમ હતી. ફિલ્મ મિરઝા ગાલિબ માં તેણે મધુર કંઠે જે ગઝલો ગાઇ હતી., તે જ્યારે ફિલ્મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો તે સમારંભમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુએ તેને શાબાશી આપતાં કહ્યું હતું કે લડકી, તુમને ગાલિબ કો ફિર સે ઝિંદા કર દિયા. સદાબહાર અભિનેતા દેવાનંદ સાથે તેની જોડી જામી હતી. કહેવાય છે કે બંને વચ્ચે પડદા ઉપર થયેલો પ્રેમ વાસ્તવિક જીવનમાં પણ પાંગર્યો હતો. પરંતુ બંને લગ્નગ્રંથીથી જોડાયા નહીં તે દુર્ભાગ્ય ગણાય. તા.૩૧-૦૧-૨૦૦૪ ના રોજ સુરૈયાએ જીવનલીલા સંકેલી લીધી. સુરૈયા એટલે સૂર સરોવરમાં સુહાની સફર કરાવનારી સંગીતની નમણી નૈયા.       

No comments: