Saturday 26 January 2013

૨૬ મી જાન્યુઆરી


ડૉ. એડવર્ડ જેનર
          શરીર વિજ્ઞાન ક્ષત્રે પ્રવેશ કરી ને શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક એડવર્ડ જેનરનો જન્મ ઇંગ્લેન્ડમાં ઇ.સ. ૧૭૪૯ માં થયો હતો, નાનપણથી જ આ બળકની પ્રવૃતિ અને રુચિ પ્રાણી શાસ્ત્ર પ્રત્યે હતી. જેનરેબધા મળીને સત્તાવીસ રોગીઓની પરીક્ષા કરી  અને શીતળાના રોગની મુક્તિને માટે તેમણે જે પદ્ધતિનું નિદર્શન કર્યું તે જાનના જોખમે તેમણે કરેલ્લ પ્રયોગોના નિચોડરૂપે હતું. સંસદમાં એને નાઇટહૂડ ઉપાધિ આપી ઇનામ આપ્યું. રશિયાના સમ્રાટ ઝારે  એને માટે સોનાની વીંટી મોકલી અને ફ્રાન્સના નેપોલિયને એની મુક્ત કંઠે પ્રશંસા કરી તા. ૨૬-૦૧-૧૮૨૩ ના રોજ ડૉ. જેનર અવસાન પામ્યા.    

No comments: