Friday 4 January 2013

૨ જી જાન્યુઆરી


૨ જી જાન્યુઆરી

(૧) બરકત વીરાણી બેફામ
       ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલ નામ એટલે જનાબ બરકત અલી વિરાણી. તેમનો જન્મ ઇ.સ. ૧૯૨૩ માં ભાવનગર જીલ્લાના ધાંધળી ગામમાં થયો હતો. તે છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે પ્રથમ ગઝલ લખી.
     બેફામના ગઝલ સંગ્રહો માસર,ઘટા તથા પ્યાસની એકથી વધુ આવૃતિઓ પ્રસિધ્ધ થઇ છે. તેમનો છેલ્લો સંગ્રહ પરબ પણ પ્રસિધ્ધ થયો છે.  ગુજરાતી ગઝલોમાં અંત્યત સરળતા ઉપરાંત ઊંચું દર્દ ઘૂંટી શકેલાશાયરોમાં બેફામનું નામ સૌથી ઉપર મૂકવું પડે. 



(૨) સ્વામી રામદાસ
       શિવાજી મહારાજના ગુરૂ સ્વામી રામદાસનું મૂળ નામ નારાયણ હતું. તેમનો જન્મ ઇ.સ. ૧૬૦૮ માં રામનવમીના દિવસે મરાષ્ટ્રના જાંબા ગામે થયો હતો.
સ્વામી રામદાસે સમગ્ર ભારતનું તીર્થાટન કર્યું હતું. હિંદુઓ પર ઔરંગઝેબે જજિયાવેરો નાખ્યો હતો તે સમયે સ્વામી રામદાસે શિવાજી મહારાજને હિંદુ રાજ્ય સ્થાપવાની પ્રેરણાપૂરી પાડી હતી. પોતાના ગુરૂની યાદમાં શિવાજીએ રાજ્યનો ઝંડો ભગવા રંગનો રાખ્યો હતો. 

No comments: