Tuesday 22 January 2013

૧૬ મી જાન્યુઆરી


મહાદેવ ગોવિંદ રાનડે
                 પ્રખર દેશભક્ત ન્યાયમૂર્તિ મહર્ષિ રાનડેનો જન્મ  તા. ૧૮-૦૧-૧૮૪૨ નારોજ થયો હતો.  ‘’હિંદી રાષ્ટ્રીય મહાસભા’’ ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો ‘’મરાઠા સત્તાનો ઉદય’’ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. વ્યાખ્યાનમાળ, ઔદ્યોગિક પ્રદર્શન, પ્રાર્થના સભા જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા.સમાજ સુધારણા પરના તેમના લખાણોએ  રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરુ પાડ્યું હતું. અનેક કુરિવાજો જેવા કે વિધવાવિવાહ પર પ્રતિબંધ,  સ્ત્રીઓની અવનતદશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાનું પાયાનું મૂલ્યવાન કાર્ય કર્યું.  તા. ૧૬-૦૧-૧૯૧૬ ના રોજ મહર્ષિ એવા ન્યાયમૂર્તિ  શ્રી મહાદેવ રાનડે અવસાન પામ્યા.તેમના જીવનનો મંત્ર હતો,
‘’ To dare to will, to execute and to be silent.’’

No comments: