Wednesday 16 January 2013

૧૩ મી જાન્યુઆરી


        ત્રિભુવન દાસ  લુહાર સુંદરમ
          દિવ્યજીવનના  જ્યોતિર્ધર હું માનવી  માનવ  થાઉ  તો  ઘણું   કહેનાર  કવિ  ત્રિભુવનદાસ  લુહારનો  જન્મ  ભરૂચ  પાસેના  એક  નાનકડા  ગામમાં  થયો  હતો.    ભારતના   સ્વાતંત્ર્ય  સંગ્રામમાં   સક્રિય   સૈનિક રૂપે  જોડાયા.  અરવિંદ  અને  શ્રી   માતાજીના   દર્શનથી  એમણે  અકલ્પ્ય સૃષ્ટિના   દ્વાર ખુલતાં અનુભવ્યાં.  સાકિત્યક્ષેત્રે સુન્દરમ-ઉમાશંકર બન્ને જોદિયાભ તરીકે ઓળખાયા. તેમના કાવ્ય સંગ્રહોકોયાભગતનીવાડી’, કાવ્યમંગલા’, વસુધા વગેરે પ્રગટ થયા. ટૂંકી વર્તા, પ્રવાસ વર્ણન, વિવેચનો, નિબંધો અને અનુવાદો પણ તેમણે આપ્યા છે.
        તેમને સાહિત્યની અનેકવિધ સેવાની કદરરૂપે રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ તેમજ સરકારા તરફથી રૂ એક લાખનો શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો.  જીવનભર સાધનારત અને સાહિત્યરત્ન સુંદરમનું તા. ૧૩-૦૧-૧૯૯૧ નારોજ ઉધ્વમાર્ગે ચિરપ્રયાણ થયું.

                       
                           ઇતિહાસકાર અબુલ ફઝલ
         મોગલસમ્રાટ અકબરના દરબારમાં નવરત્નો હતા. ઇતિહાસકારમાં અબુલ ફઝલ એમાંના એક હતા. એમનો જન્મ તા. ૧૩-૦૧-૧૫૫૧ ના રોજ આગ્રા મુકામે થયો હતો.
      તેજસ્વી બુદ્ધિપ્રતિમા ધરાવતા અબુલ ફઝલે  ૧૫ વર્ષની નાની ઉંમરે વિવિધ શાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી અપનાવી હતી. તેમની વિદ્વતાથી પ્રભાવિત થઇ અકબરે તેમને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું
    આઇન-એ-અકબરીનામનો ગ્રંથ રચ્યો હતો.અકબરનામાનામના ગ્રંથમાં એમણે અકબરના શાસનકાળ તથા પૂર્વેના ઇતિહાસની માહિતી સુંદર રીતે રજૂ કરી છે.

No comments: